Menu
TNPL: અશ્વિનને મેચ ફીના 30% દંડ ફટકારાયો, મહિલા અમ્પાયર સાથે વિવાદમાં ગુસ્સામાં ગ્લોઝ  ફેંક્યા
TNPL: અશ્વિનને મેચ ફીના 30% દંડ ફટકારાયો, મહિલા અમ્પાયર સાથે વિવાદમાં ગુસ્સામાં ગ્લોઝ ફેંક્યા
Published on: 10th June, 2025

ભારતીય પૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને TNPL 2025માં મહિલા અમ્પાયર સાથે ઝઘડાના કારણે મેચ ફીનાં 30% નો દંડ કરવામાં આવ્યો હતો . તિરુપુર તમિઝાન્સ સામેની મેચમાં 5 મી ઓવરના અંતિમ બોલ પર તેને LBW આઉટ આપાયું. આ નિર્ણયથી અશ્વિને ભારે ગુસ્સો બતાવ્યો અને પછી અમ્પાયર સાથે દલીલ કરીને ગ્લોઝ હવામાં ફેંક્યા. IPL પછી ડિંડીગુલ ડ્રેગનનું નેતૃત્વ કરી રહેલા અશ્વિને અમ્પાયરોના નિર્ણયમાં અસંમતિ વ્યક્ત કરવા તેમજ સાધનોનો દુરુપયોગ કરવા બદલ દંડિત કરવામાં આવ્યો છે.