વિશ્વ વસ્તી દિવસ: આઝાદી સમયે અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી, આજે અંદાજે 85 લાખને વટાવી ગઈ.
Published on: 11th July, 2025
દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. આઝાદી સમયે અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી, જે 2025માં અંદાજે 85.53 લાખ થવાનું અનુમાન છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર population સાયન્સના રિપોર્ટ મુજબ, 2031માં શહેરની વસ્તી 91 લાખને પાર થશે, અને અમદાવાદનો સેક્સ રેશિયો 887 રહેવાનું અનુમાન છે. વિશ્વની કુલ વસ્તી આશરે 8.18 અબજ હોવાનો અંદાજ છે. વૈશ્વિક વસ્તી સતત વધી રહી છે, અને 2030 સુધીમાં તે 8.5 અબજ, 2050 સુધીમાં 9.7 અબજ અને 2100 સુધીમાં 10.9 અબજ સુધી પહોંચી શકે છે. આ આંકડાઓ દર્શાવે છે કે કુદરતી સંસાધનો, પર્યાવરણ અને વિકાસ પર વસ્તી વૃદ્ધિની કેટલી મોટી અસર થશે.