11 હાઈડ્રો પાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10થી વધુ બેંકો તબાહ
11 હાઈડ્રો પાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10થી વધુ બેંકો તબાહ
Published on: 26th August, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે, જેના લીધે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લગભગ 40 કિલોમીટર રસ્તા અને 19 પુલો ક્ષતિગ્રસ્ત થયા છે, જેમાં 20થી વધુ સસ્પેન્શન અને મોટરેબલ પુલ પણ તણાઈ ગયા છે. 11 હાઈડ્રો પાવર પ્લાન્ટને નુકસાન થતાં 431 મેગાવોટ વીજળી ઉત્પાદન બંધ થયું છે. 12થી વધુ બેંક શાખાઓ અને અનેક નાણાકીય સંસ્થાઓની ઓફિસોને પણ અસર પહોંચી છે, જેના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે. ટેલિકોમ નેટવર્ક અને ફ્લડ અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ ઠપ્પ થઈ ગઈ છે.