હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન?
હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન?
Published on: 25th April, 2026

વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ બાદ ક્રેમલિન(રશિયન પ્રમુખ ભવન) દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે પુતિન આ યાત્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અમેરિકા આ વર્ષે G20 બેઠકનું યજમાન છે અને તેણે રશિયાને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેનો રશિયાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.