ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ!
ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ!
Published on: 25th April, 2026

ઈસ્લામાબાદમાં વાતચીતની શક્યતાઓ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા મળેલી જાણકારી મુજબ, અમેરિકન નૌસેનાના ગાઈડેડ-મિસાડલ ડેસ્ટ્રોયર 'USS રાફેલ' દ્વારા 24 એપ્રિલના રોજ ઈરાની ઝંડા ધરાવતા એક જહાજને દરિયામાં વચ્ચે જ રોકી દેવામાં આવ્યું છે. અમેરિકાએ એપ્રિલની શરૂઆતથી જ ઈરાનના પોર્ટ્સ પર દરિયાઈ નાકાબંધી લાગુ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના તેલ નિકાસ અને વ્યાપારને મર્યાદિત કરવાનો છે. આ વ્યૂહરચના હેઠળ અત્યાર સુધીમાં ડઝનબંધ જહાજોને અટકાવવામાં આવ્યા છે.