PM Modi વિદેશી મહેમાનો માટે ગિફ્ટ ખરીદે છે? ખર્ચ કોણ કરે છે તે જાણો.
PM Modi વિદેશી મહેમાનો માટે ગિફ્ટ ખરીદે છે? ખર્ચ કોણ કરે છે તે જાણો.
Published on: 11th July, 2025

વડાપ્રધાન PM Modi વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને લગતી ભેટો આપે છે. આ ગિફ્ટ્સ દેશના ખૂણે ખૂણેથી લાવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોના વડાઓને પણ ભેટો આપી હતી. આ તમામ ભેટો ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસ દર્શાવે છે. આ ભેટો દ્વિપક્ષીય સંબંધો જાળવવામાં મદદરૂપ થાય છે. વિદેશ મંત્રાલય નક્કી કરે છે કે કઈ ભેટ કોને આપવી અને આ ખર્ચ સરકારી બજેટમાંથી ઉઠાવવામાં આવે છે.