રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં થશે વરસાદ?
રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં થશે વરસાદ?
Published on: 12th August, 2026

આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના રાજસ્થાન સંલગ્ન વિસ્તારો, મધ્ય-પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસર હેઠળ આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.