પોરબંદર ગરમીથી ધગધગ્યું: તાપમાન 3.4 ડિગ્રી વધ્યું, 39 ડિગ્રી પહોંચ્યું.
પોરબંદર ગરમીથી ધગધગ્યું: તાપમાન 3.4 ડિગ્રી વધ્યું, 39 ડિગ્રી પહોંચ્યું.
Published on: 15th May, 2026

પોરબંદરમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાન 3.4 ડિગ્રી વધીને 39 ડિગ્રીએ પહોંચ્યું છે, જેના કારણે શહેર ધગધગતા ભઠ્ઠા જેવું બની ગયું છે. ભેજ ઘટતા 'ડ્રાય હીટ' ની અસર વધી છે અને બપોરના સમયે ગરમ પવનો ફૂંકાયા હતા. લોકોએ બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કર્યું અને ઠંડા પીણાનો સહારો લીધો. હીટસ્ટ્રોકથી બચવા ડોક્ટરોએ હાઇડ્રેશન, હળવા કપડાં, બપોરે બહાર ન નીકળવા અને હળવો ખોરાક લેવાની સલાહ આપી છે.