ગરમ પવનોને કારણે તાપમાન વધ્યું, 43 ડિગ્રી સાથે ભરૂચ સૌથી ગરમ.
ગરમ પવનોને કારણે તાપમાન વધ્યું, 43 ડિગ્રી સાથે ભરૂચ સૌથી ગરમ.
Published on: 12th May, 2026

ગરમ સૂકા પવનો અને હીટ ડોમને કારણે ભરૂચ જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું, જે મે મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો. આગામી દિવસોમાં 44 ડિગ્રી સુધી તાપમાન વધવાની અને હીટવેવની આગાહી છે. નાગરિકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે બહાર ન નીકળવા સૂચન કરાયું છે. ખેતી, પશુધન અને સ્વાસ્થ્ય પર અસરની ભીતિ છે.