સાબરકાંઠાના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ.
સાબરકાંઠાના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ.
Published on: 12th May, 2026

ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સાબરકાંઠાના રસુલપુર ગામ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા ચાલકે સમયસૂચકતા દાખવી કારને સાઈડમાં ઉભી રાખી તરત બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.