સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલ'નો કહેર
સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલ'નો કહેર
Published on: 05th June, 2026

અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા પંથકમાં અચાનક તીવ્ર વંટોળ ફૂંકાયો, જેણે 'ડસ્ટ ડેવિલ'નું રૂપ ધારણ કર્યું. આ ભયાનક વંટોળને કારણે તોતિંગ ટ્રક રમકડાંની જેમ પલટી ગઈ, પેટ્રોલપંપ અને હોટલને ભારે નુકસાન થયું. ગેસ સિલીન્ડરના ગોડાઉનની દીવાલ ઉખાડી નાખી અને 5 હજાર લીટરની પાણીની ટાંકીને પણ ઉડાડી દીધી. આ દ્રશ્ય નજરે જોનારાઓ માટે ભયાવહ હતું, જેમને આવું દ્રશ્ય ક્યારેય જોયું નહોતું.