ભરૂચ: મેરીયા બ્રિજ મરામત, ડાયવર્ઝન પર વાહનોની લાંબી કતારો.
ભરૂચ: મેરીયા બ્રિજ મરામત, ડાયવર્ઝન પર વાહનોની લાંબી કતારો.
Published on: 05th June, 2026

છોટાઉદેપુર નેશનલ હાઈવે પરના મેરીયા બ્રિજની સલામતી માટે મરામત કામગીરી શરુ કરાઈ છે. આ કારણે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ છે. વાહન ચાલકો સેન્ડ એસોસિએશન દ્વારા બનાવેલ મેરીયા નદીના ડાયવર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે, જે હાલ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ છે. જોકે, ડાયવર્ઝન પર વાહનોનું ભારણ વધતા બંને તરફ લાંબી કતારો જોવા મળે છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફ્કિ પોલીસ વાહન વ્યવહારને સરળ બનાવવા કાર્યરત છે. તાજેતરમાં ડાયવર્ઝન પર એક કાર બંધ પડતાં પોલીસે તેને ધક્કો મારી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. તંત્ર બ્રિજની મરામત યુદ્ધના ધોરણે કરી રહ્યું છે.