GSRTC માં 8917 કંડક્ટર અને ડ્રાઇવર જગ્યાઓ માટે ભરતી
GSRTC માં 8917 કંડક્ટર અને ડ્રાઇવર જગ્યાઓ માટે ભરતી
Published on: 05th June, 2026

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર અને ડ્રાઇવરની કુલ 8917 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં 4318 કંડક્ટર અને 4599 ડ્રાઇવરની જગ્યાઓ સામેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. કંડક્ટર માટે ધોરણ 12 પાસ અને માન્ય કંડક્ટર લાયસન્સ જરૂરી છે, જ્યારે ડ્રાઇવર માટે પણ ધોરણ 12 પાસ સાથે હેવી લાયસન્સ અને અનુભવ (મહિલાઓ માટે તાલીમની વ્યવસ્થા) ફરજિયાત છે.