કરજણ નજીક નર્મદામાં ડૂબેલા બે પિતરાઇ ભાઇઓ
કરજણ નજીક નર્મદામાં ડૂબેલા બે પિતરાઇ ભાઇઓ
Published on: 05th June, 2026

કરજણ તાલુકાના રણાપુર ગામ પાસે નર્મદા નદીમાં ન્હાવા ગયેલા ડભોઇ તાલુકાના રબારી સમાજના બે પિતરાઈ ભાઇઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક યુવાનનો સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમે લાંબા શોધખોળ બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતક યુવાનોમાં જયરામ રબારી (૧૫ વર્ષ) અને રમેશ પીરાભાઈ રબારી (૨૫ વર્ષ)નો સમાવેશ થાય છે. રમેશના તાજેતરમાં જ પિતા બન્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.