ચોમાસું ઉત્તર તરફ, અરબસાગર નિષ્ક્રિય
ચોમાસું ઉત્તર તરફ, અરબસાગર નિષ્ક્રિય
Published on: 08th August, 2026

રાજ્યમાં વરસાદી માહોલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ચોમાસાની મુખ્ય ધરી (Monsoon Trough) ઉત્તર ભારત તરફ ખસી જતાં ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓ લગભગ થંભી ગઈ છે. હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર બંનેમાં કોઈ નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય નથી. આગામી 17 ઓગસ્ટ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદમાં વિરામ રહેવાની સંભાવના છે. આ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડી શકે, પરંતુ વ્યાપક કે ભારે વરસાદની શક્યતા ઓછી છે. વરસાદના વિરામને કારણે દિવસ દરમિયાન ઉકળાટ વધવાની શક્યતા છે.