ચોમાસાની વિદાય પહેલા સૌરાષ્ટ્ર-કચ્છ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી શક્યતા
ચોમાસાની વિદાય પહેલા સૌરાષ્ટ્ર-કચ્છ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી શક્યતા
Published on: 27th August, 2026

ગુજરાતમાં વરસાદની ઘટ ચરમસીમાએ પહોંચી છે, જેના પગલે 17 જિલ્લાઓમાં 3% થી 87% સુધી વરસાદ ઓછો થયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસમાં ભારે વરસાદની સંભાવના નથી. જો સપ્ટેમ્બરમાં સારો વરસાદ ન થાય તો સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. અલ નીનોની અસર અને ચોમાસા પર તેની વિપરીત અસરને કારણે આ પરિસ્થિતિ છે. સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય થતી હોય છે.