કાઠિયાવાડી સંસ્કૃતિની ઓળખ: તરણેતર મેળો
કાઠિયાવાડી સંસ્કૃતિની ઓળખ: તરણેતર મેળો
Published on: 28th August, 2026

સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં કાઠિયાવાડી સંસ્કૃતિની ઝલક દર્શાવતા પરંપરાગત પોશાકોની ભારે માંગ રહે છે. એક ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ એક મહિનો લાગે છે અને તેની કિંમત ₹5000 થી ₹11000 સુધી હોય છે. આ પોશાકો દેશ-વિદેશમાં કાઠિયાવાડની સંસ્કૃતિની ઓળખ વધારે છે અને અનેક કારીગરોને રોજગારી પૂરી પાડે છે. મેળા દરમિયાન આ પોશાકોનું વેચાણ આશરે ₹50 લાખથી ₹1 કરોડથી વધુ થાય છે.