બોટાદ જિલ્લાના ટાટમ ગામમાં 77મો વન મહોત્સવ ઉજવાયો
બોટાદ જિલ્લાના ટાટમ ગામમાં 77મો વન મહોત્સવ ઉજવાયો
Published on: 28th August, 2026

બોટાદ જિલ્લાના ટાટમ ગામે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરે "હરિયાળું ભારત" બનાવવા અને ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો. આગામી સમયમાં 150 વન બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. કાર્યક્રમ બાદ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ભવિષ્યમાં 10.25 હેકટરમાં મીયાંવાંકી પધ્ધતિથી 10 વન કવચ તૈયાર કરવામાં આવશે. સારા કામગીરી બદલ વન વિભાગના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું.