વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓની ગણતરી
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓની ગણતરી
Published on: 28th August, 2026

ચોમાસાની શરૂઆત સાથે ભાવનગર જિલ્લાના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં લીલાછમ ઘાસની હરિયાળી છવાઈ જાય છે. આ ઉદ્યાનમાં હાલ 28 ખડમોર પક્ષીઓ જોવા મળ્યા છે, જેમાં 22 નર અને 6 માદાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ખડમોરની ગણતરી કરવામાં આવે છે. આ પક્ષીઓ પ્રજનન માટે દક્ષિણ ભારતથી ગુજરાત આવે છે, કારણ કે અહીં વરસાદ બાદ ઘાસ, કીટકોની સંખ્યા વધે છે અને માનવીય પ્રવૃત્તિ ઓછી રહે છે, જે પ્રજનન માટે અનુકૂળ છે.