ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
Published on: 18th August, 2026

ગુજરાતમાં આગામી 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હાલમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ખાસ કરીને સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની શક્યતા છે, તેથી માછીમારોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.