આગામી 3 કલાકમાં રાજ્યના આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ
આગામી 3 કલાકમાં રાજ્યના આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ
Published on: 30th May, 2026

ગુજરાતમાં હવામાન વિભાગે તાકીદનું એલર્ટ જાહેર કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો દરમિયાન ભારે ગાજવીજ, તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સવારે 8થી 11 વાગ્યા સુધી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ આ વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને ખુલ્લી જગ્યાઓ પર જોખમ ઊભું થઈ શકે છે. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ચિંતા વધી છે, જ્યારે વહીવટી તંત્રએ જરૂરી સાવચેતીના પગલાં શરૂ કર્યા છે.