1.19 કરોડની દારૂની પેટીઓના થપ્પા ને થપ્પા.
1.19 કરોડની દારૂની પેટીઓના થપ્પા ને થપ્પા.
Published on: 30th May, 2026

અમદાવાદના નિકોલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે PCB (પ્રોહિબિશન કન્ટ્રોલ બ્રાન્ચ) એ મોટી કાર્યવાહી કરીને ઉદયપુરથી વડોદરા જતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે ટ્રાફિક જામ કરીને કન્ટેનર રોકી તપાસ કરતાં અંદરથી 22,668 દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹1.19 કરોડ છે, જ્યારે વાહન સહિત કુલ ₹1.34 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઈવર હનુમાનરામ ચૌધરીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું કે દારૂ ઉદયપુરથી ભરાયો હતો અને વડોદરામાં ડિલિવરી થવાનો હતો. પોલીસે ડ્રાઈવર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.