અમદાવાદ નિકોલ રિંગરોડ પરથી 1.19 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો.
અમદાવાદ નિકોલ રિંગરોડ પરથી 1.19 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો.
Published on: 30th May, 2026

અમદાવાદ પોલીસની PCB શાખાએ નિકોલ રિંગરોડ પરથી આંતરરાજ્ય દારૂ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને 22,668 વિદેશી દારૂની બોટલોથી ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ ₹1.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો ચંદીગઢથી લોડ કરવામાં આવ્યો હતો અને વડોદરાના એક બુટલેગર સુધી પહોંચાડવાનો હતો. ટ્રક ચાલકની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. આ કેસ બાદ અમદાવાદ, વડોદરા અને અન્ય વિસ્તારોમાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ વધારવામાં આવ્યું છે. પોલીસે સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.