ગીરમાં સિંહોના મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં.
ગીરમાં સિંહોના મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં.
Published on: 30th May, 2026

ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મોતને પગલે વન વિભાગ હાઈએલર્ટ પર આવી ગયો છે. પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાનીપતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં કેમ્પ કરીને સિંહોની તબિયત, ગતિવિધિ અને રહેણીકરણીનું જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને સક્રિય રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા હોવાથી 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સિંહોના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર લેબમાં મોકલાયા છે. સંભવિત ચેપ અથવા રોગચાળાને રોકવા માટે વન વિભાગ સતત મોનિટરિંગ અને સારવારની કામગીરી કરી રહ્યું છે.