પાણીપુરીની લારીઓ પર દરોડા, 35 કિલો વાસી જથ્થો નાશ.
પાણીપુરીની લારીઓ પર દરોડા, 35 કિલો વાસી જથ્થો નાશ.
Published on: 30th May, 2026

સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ સેફ્ટી ડ્રાઇવ હાથ ધરી હતી. 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલી આશરે 20 પાણીપુરીની લારીઓ અને દુકાનો પર કરાયેલી તપાસ દરમિયાન 36 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો અને પુરીનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 35 કિલો વાસી બટાકાનો માવો અને ચટણી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે. તંત્રએ વેપારીઓને સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા કડક સૂચના આપી છે.