દાદરાની વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં આગ.
દાદરાની વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં આગ.
Published on: 30th May, 2026

દાદરા નગર હવેલીના દાદરા ગામ સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ કંપનીના એક વિભાગમાંથી શરૂ થઈ હતી અને ટૂંક સમયમાં સમગ્ર પરિસરમાં ફેલાઈ ગઈ હતી. સેલવાસ અને ખાનવેલના ફાયર સ્ટેશનની ટીમોએ તાત્કાલિક પહોંચી કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે કાચો માલ, તૈયાર માલસામાન અને મશીનરીને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.