ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 173 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 173 તાલુકામાં મેઘમહેર
Published on: 22nd July, 2026

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડે જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદી-જળાશયોમાં પાણીની આવક વધી છે. 32 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.