અમદાવાદના શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડના ખર્ચે થશે પુનઃ નિર્માણ
અમદાવાદના શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડના ખર્ચે થશે પુનઃ નિર્માણ
Published on: 22nd July, 2026

અમદાવાદમાં વ્યસ્ત શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ પ્રોજેક્ટમાં અંડરપાસને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ બનાવી, બંને લેનની પહોળાઈ 7.5 મીટર કરવામાં આવશે. નવી ડિઝાઇનમાં સમાંતર રોડનો પણ સમાવેશ થાય છે. આ કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે, જે દરમિયાન અંડરપાસ ઓક્ટોબરથી બંધ રહેશે, જેથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.