આકરી ગરમી બાદ માવઠું, કેરીના પાકને નુકસાનની ભીતિ.
આકરી ગરમી બાદ માવઠું, કેરીના પાકને નુકસાનની ભીતિ.
Published on: 06th May, 2026

અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું. ધારી, ખાંભાના ખડાધાર, પીપળવા સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ પડ્યો. કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તુલસીશ્યામમાં પોણો ઈંચ વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.