અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં વધારો
અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં વધારો
Published on: 11th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાર્કિંગ ચાર્જમાં નોંધપાત્ર વધારો કરવાની કવાયત હાથ ધરાઈ છે. વર્ષ 2015-16 બાદ પ્રથમ વખત પાર્કિંગ દરોમાં ફેરફાર કરીને નવી નીતિ લાવવામાં આવી રહી છે. દરખાસ્ત મુજબ, કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરનો એક કલાકનો ચાર્જ રૂ. 5 થી વધીને રૂ. 20 અને કારનો ચાર્જ રૂ. 15 થી વધીને રૂ. 40 સુધી પહોંચી શકે છે. નવા દરો પાર્કિંગના સ્થળ, ઝોન, વાહનના પ્રકાર અને ટ્રાફિકની ગીચતાને ધ્યાનમાં રાખીને નક્કી કરાયા છે, જે દિવાળી પહેલાં અમલમાં આવે તેવી શક્યતા છે.