દાહોદ નજીક ST બસમાં ભીષણ આગ
દાહોદ નજીક ST બસમાં ભીષણ આગ
Published on: 11th October, 2026

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નજીક મેન્દ્રા ચોકડી પાસે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST) બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બુધવારે બસ દેવગઢ બારીયા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની. સદનસીબે, બસના ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતાથી તમામ મુસાફરો આગ વધુ વકરતાં પહેલાં સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે અને તપાસ ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.