નોટરીઓ સત્તા છીનવાતા લડતના મૂડમાં
નોટરીઓ સત્તા છીનવાતા લડતના મૂડમાં
Published on: 11th October, 2026

ગુજરાતમાં નોટરીઓ હવે સરકાર સામે લડતના મૂડમાં આવ્યા છે. સોગંદનામાં કરવા સહિતની સત્તાઓ મામલતદાર-તલાટીને આપી દેવાતા અને નોટરી ટિકિટ મેળવવામાં પડતી હાલાકી મામલે નોટરીઓએ પાંચ દિવસમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે મળેલી ન્યુ નોટરી ચેરિટેબલ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વિદ્યાર્થીઓના દાખલાથી લઈને કરારો સુધીની સેવાઓ નોટરીઓ પૂરી પાડે છે, પરંતુ સત્તા છીનવાતા તેમની મુશ્કેલી વધી છે. શહેરી વિસ્તારોમાં સ્ટેમ્પ વિતરણની વ્યવસ્થા ન હોવાથી હાઈકોર્ટ સુધી ધક્કા ખાવા પડે છે.