રાજકોટમાં શિયાળુ શાકભાજીના ભાવ આસમાને
રાજકોટમાં શિયાળુ શાકભાજીના ભાવ આસમાને
Published on: 11th October, 2026

રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસમાં લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શિયાળાની શરૂઆત પહેલા જ વાલ, લીલું લસણ, વટાણા અને ડુંગળી લીલી જેવી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે. કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં ચોળીમાં 60% થી વધુ, વટાણામાં 38.38% અને વાલમાં 29.11% નો વધારો થયો છે. વેપારીઓ જણાવે છે કે આવક ઓછી અને માંગ વધુ હોવાને કારણે ભાવમાં તેજી આવી છે. જોકે, લીંબુ અને બટેટાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે.