કામરેજ એક્સપ્રેસ વે પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની મોટી ખેપ ઝડપાઈ
કામરેજ એક્સપ્રેસ વે પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની મોટી ખેપ ઝડપાઈ
Published on: 11th October, 2026

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજમાં દરોડો પાડી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક્સપ્રેસ હાઈવે NE-4 પર દિગસ ગામ નજીક વોચ ગોઠવી SMC ની ટીમે શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડીને રોકી તપાસ કરતાં તેમાંથી ₹20 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ₹28.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પણ ઉજાગર થઈ છે.