ઓનલાઈન ગેમમાં દેવું થતાં યુવાને ઝેરી દવા પીધી
ઓનલાઈન ગેમમાં દેવું થતાં યુવાને ઝેરી દવા પીધી
Published on: 11th October, 2026

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘણાંદ ગામમાં 31 વર્ષીય યુવાન ઘનશ્યામ સોલંકીએ ઓનલાઈન ગેમમાં મોટી રકમ હારી જતાં અને તેના લીધે માથે ચડી ગયેલા આર્થિક દેવાના ભારથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો છે. મનોરંજન માટે શરૂ થયેલી ગેમમાં પૈસાની હારજીત બાદ યુવાન દેવાદાર બન્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાયો છે. હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં ગેમ એપ્લિકેશન, દેવાની રકમ અને નાણાકીય દબાણ જેવા પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.