યુદ્ધ પછી FIIની $12.14 અબજની વેચવાલી.
યુદ્ધ પછી FIIની $12.14 અબજની વેચવાલી.
Published on: 29th March, 2026

યુદ્ધને લીધે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો આવતા ફુગાવાની ચિંતા અને ડોલર સામે રૂપિયાની નબળાઈથી FIIએ ભારતીય ઇક્વિટીસમાંથી નાણાં પાછા ખેંચ્યા. માર્ચમાં વિક્રમી વેચવાલી થઈ, જેમાં યુદ્ધ પછી FIIએ $12.14 અબજ ડોલરની વેચવાલી કરી, જે એક મહિનાની સૌથી વધુ છે. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 1,28,065 કરોડનું રોકાણ કર્યું.