વડોદરાની ટીમે સ્ત્રી સશક્તિકરણ પર ભવાઈ રજૂ કરી
દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતે આયોજિત ઝોનલ કક્ષાના રાષ્ટ્રીય સમાવેશી થિયેટર મહોત્સવમાં વડોદરાની શિક્ષણ સમિતિની ટીમે 'સ્ત્રી સશક્તિકરણ' વિષય પર ભવાઈ રજૂ કરી પ્રથમ ક્રમ મેળવ્યો. આ સ્પર્ધામાં વડોદરા, ખેડા, છોટાઉદેપુર અને અમદાવાદની ટીમોએ ભાગ લીધો હતો. ટીમે 28 મિનિટમાં નાટક રજૂ કરીને 90 ગુણ મેળવ્યા હતા. આ ટીમ હવે 19 ઓક્ટોબરે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આગળની સ્પર્ધામાં ભાગ લેશે.
