ભાવનગરના કરચલીયાપરા મકાનમાંથી દારૃ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ગંગાજળીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. ૬૯,૫૧૭નો મુદ્દામાલ જપ્ત કરી ઘનશ્યામ ઉર્ફે કાળો વાઘેલાની ધરપકડ કરી છે. આ દારૃ સીદસર ગામના રાજન વાઘેલા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલાત કરતાં પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
