અમદાવાદની ફાર્મા કંપની પર સાયબર હુમલો
અમદાવાદ સ્થિત એક જાણીતી ફાર્મા કંપની પર સાયબર હુમલો થયો છે, જેમાં હેકર્સે કંપનીનો તમામ ડેટા, ખાસ કરીને મેડીસીન મોડ્યુલની વિગતો હેક કરી લીધી હતી. સિસ્ટમ ખોરવાઈ જતાં, હેકર્સે ડેટા પરત આપવાના બદલામાં 30 કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં માંગ્યા હતા. કંપનીએ આ રકમ ચૂકવી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
