ગાંધીનગરના સરગાસણમાં પિતા-પુત્રી સાથે 14 લાખની સાયબર છેતરપિંડી
ગાંધીનગરના સરગાસણમાં રહેતા 86 વર્ષીય સિનિયર સિટીઝન અને તેમની પુત્રીને CBI અધિકારીના નામે કોલ કરીને 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓએ બોગસ સીમ કાર્ડ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવીને સતત છ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવાની ધમકી આપી હતી. બનાવટી દસ્તાવેજો મોકલી ભયભીત કર્યા બાદ વેરીફિકેશનના બહાને રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.
