પાલિતાણામાં મૈત્રી કરારની અદાવતમાં ટેક્સી ડ્રાઇવર પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો
ભાવનગર: પાલિતાણામાં મૈત્રી કરારની જૂની અદાવતમાં એક ટેક્સી ડ્રાઇવર મજીદભાઈ સમા પર લોખંડના પાઇપ, લાકડી અને ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મજીદભાઈને વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ૮ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
