સ્પિનર ભાર્ગવ ભટ્ટની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ
બરોડા ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર ભાર્ગવ ભટ્ટ બિહાર સામેની મેચ સાથે પોતાની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. 17 વર્ષની કારકિર્દીમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ભાર્ગવ ભટ્ટનું 18 ઓક્ટોબરે રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા સન્માન કરવામાં આવશે. ભાર્ગવ ભટ્ટે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈરફાન પઠાણનો પણ આભાર માન્યો હતો.
