૨૦૨૭ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે મુંબઈ અને વડોદરાની પસંદગી
૨૦૨૭ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે મુંબઈ અને વડોદરાની પસંદગી
Published on: 03rd September, 2026

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ૨૦૨૭માં પ્રથમ વખત યોજાનારી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન વડોદરા અને મુંબઈને સોંપવામાં આવ્યું છે. ૧૪થી ૨૮ ફેબુ્રઆરી, ૨૦૨૭ દરમિયાન રમાનારી આ ટૂર્નામેન્ટ માટે વડોદરાનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને મુંબઈનું ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા યજમાની કરશે. વિશ્વની ટોચની છ મહિલા ક્રિકેટ ટીમો ભાગ લેશે. આઈસીસી મહિલા ટી ૨૦ આઈ ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાય થયેલી ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે.