વલસાડના મહિલા ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને સાયક્લિંગ અભિયાન બદલ મળ્યો એવોર્ડ
વલસાડના મહિલા ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને સાયક્લિંગ અભિયાન બદલ મળ્યો એવોર્ડ
Published on: 03rd September, 2026

વલસાડના મહિલા ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને દેશમાં સાયક્લિંગને પ્રોત્સાહન આપવા બદલ સન્માનિત કરાયા છે. તેમણે 2021માં બી.વાય.સી.એસ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને હાલ તેઓ સંસ્થાના ડિરેક્ટર તથા સી.ઇ.ઓ. છે. તેમના પ્રયાસોથી બાઇસિકલ મેયર નેટવર્ક 56થી વધુ શહેરો સુધી વિસ્તર્યું છે. તેઓ એક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, રોડ સેફ્ટી જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. ડૉ. જોષી ફિટ ઇન્ડિયા મિશનના એડવાઇઝર અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સભ્ય પણ છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક દ્વારા તેમને 'સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026' એવોર્ડ એનાયત કરાયો છે.