કોમનવેલ્થ ગેમ્સને કારણે અમદાવાદની કરાશે કાયાપલટ!
કોમનવેલ્થ ગેમ્સને કારણે અમદાવાદની કરાશે કાયાપલટ!
Published on: 01st September, 2026

વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને પગલે શહેરના માળખાકીય વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 3,636 કરોડ રૂપિયાના કાર્યોની દરખાસ્ત કરી છે. આ યોજના હેઠળ પાણી, ડ્રેનેજ, રસ્તા, પુલ, ટ્રાફિક, રમતગમત, હોસ્પિટલ અને સ્કૂલ જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ 472 કરોડ રૂપિયાના રસ્તા નિર્માણ અને પુનઃનિર્માણના કાર્યો પણ સામેલ છે. આ વિકાસ કાર્યોથી અમદાવાદ શહેરની કાયાપલટ થશે.