અમરેલીના લાલાવદર અને પોલીસ હેડક્વાર્ટર ખાતે 3.85 કરોડના આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત
અમરેલીના લાલાવદર અને પોલીસ હેડક્વાર્ટર ખાતે 3.85 કરોડના આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત
Published on: 11th June, 2026

અમરેલી શહેરના વિકાસ અને યુવાનોને આધુનિક રમતગમત સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે 3.85 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થયું. તેમણે જણાવ્યું કે લાલાવદર ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ તેમજ પોલીસ હેડક્વાર્ટર ખાતે આધુનિક ક્રિકેટ મેદાનનું આયોજન છે. પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઇન્ડોર બેડમિન્ટન, પીકલબોલ, ટેનિસ, બોક્સ ક્રિકેટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, 21 આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલનું નિર્માણ પણ થશે.