ગુજરાતને રાહત: નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
ગુજરાતને રાહત: નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
Published on: 11th June, 2026

ગુજરાત માટે આનંદના સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પીવા અને સિંચાઈના પાણીની જરૂરિયાત પૂરી કરવા નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહથી છેક કચ્છ સુધી પાણી પહોંચ્યું છે, જેના પગલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખુશીનો માહોલ છે. ગરમીમાં ઉનાળુ પાકને બચાવવા ખેડૂતોની માંગણીને પગલે સરકારે તાત્કાલિક આ નિર્ણય લીધો. ડેમની જળસપાટી 127.64 મીટર છે અને ઉપરવાસમાંથી 5000 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જે આગામી એક વર્ષ સુધી ગુજરાતને પાણી પૂરું પાડવા સક્ષમ છે.