અમદાવાદ પ્લેન ક્રેશ: એક વર્ષ બાદ પણ મેડિકલ કોલેજમાં હૃદય ચીરતો સન્નાટો અને ભયાનક યાદો
અમદાવાદ પ્લેન ક્રેશ: એક વર્ષ બાદ પણ મેડિકલ કોલેજમાં હૃદય ચીરતો સન્નાટો અને ભયાનક યાદો
Published on: 11th June, 2026

12મી જૂન, 2025ની તે કાળમુખી બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરિજનોને વિદાય આપવા આવેલા લોકો પર જાણે આભ તૂટી પડ્યું હતું, જ્યારે જાણ થઈ કે તેમના પ્રિયજનો સવાર થયેલું એર ઇન્ડિયાનું વિમાન AI171 ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં બી. જે. મેડિકલ કોલેજની મેસ પર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 260 નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ, જેમાં 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને મેસમાં જમી રહેલા 4 વિદ્યાર્થીઓ સહિત 19 લોકો સામેલ હતા. એક વર્ષ પછી પણ, જ્યાં આ દુર્ઘટના બની તે મેસ પરિસરમાં ભયાનકતા અને સન્નાટો અનુભવાય છે. બળી ગયેલી દીવાલો, કાળા ડાઘ અને અડધું બળેલું વૃક્ષ એ ભયાનક અગ્નિકાંડની સાક્ષી પૂરી રહ્યું છે.