ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ
Published on: 11th June, 2026

ગુજરાત સહિત દેશભરમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે. ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર થયા છે. આ કારણે હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં યોજાશે નહીં. ગુજરાત વિધાનસભામાં ભાજપનું પ્રચંડ બહુમતી અને કોંગ્રેસ તથા AAPનું ઓછું સંખ્યાબળ હોવાથી કોઈ પણ વિરોધ પક્ષે ઉમેદવાર ઉતાર્યા ન હતા. ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.