નાસીર નગર ડિમોલિશન વિવાદ: સુરત પાલિકાના અધિકારીએ 'ભૂતિયા ડિમોલિશન'નો કર્યો ઇનકાર
નાસીર નગર ડિમોલિશન વિવાદ: સુરત પાલિકાના અધિકારીએ 'ભૂતિયા ડિમોલિશન'નો કર્યો ઇનકાર
Published on: 11th June, 2026

સુરતના નાસીર નગરમાં થયેલા ડિમોલિશન અંગેના વિવાદમાં સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે સ્પષ્ટતા કરી છે. તેમણે આ કાર્યવાહીને 'ભૂતિયા ડિમોલિશન' ગણાવવાનો ઇનકાર કરતા જણાવ્યું કે, મનપાની ટીમે કાયદાકીય જોગવાઈઓ અને નિયમો અનુસાર જ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. શાંતિ જાળવવા પોલીસને અગાઉ જાણ કરાઈ હતી. તેમણે મીડિયા પર ખોટી રીતે મુદ્દો ચગાવવાનો આક્ષેપ કર્યો અને તપાસ કમિટીને પૂર્ણ સહયોગની ખાતરી આપી.